હે મધુમય જનની !

હે મધુમય જનની !

ચિરપ્રસન્ન પરિતોષા, હે સુધાસભર મધુકોષા !
તવ આગમને, તવ અનુગ્રહે,
પ્રભુધામ બનો અમ જીવન, અમ અંતર માતૃ નિવાસ;
જનજન હૃદયે હો આતમ ભીતર દેહ પ્રાણમાં તવ સ્પંદન અવિરામ
વરદાન ચહું આ, જગજનની હે મધુમય જનની !

હે ચિત્શક્તિ હે પરમજ્યોતિ, હે ભગવતી કરુણામૂર્તિ !
તવ સ્પર્શે આહવાને તારાં સ્ફુરે હૃદયમાં ઉર્ધ્વતણી ભાવોર્મિ,
અમ ચરણ વળે વણઅટક્યાં તારે પંથ, પરાત્પર જનની !
ચિદાનંદમયિ મધુમય જનની !

હે જન્મજન્મની અમ સંગાથી, દિવ્યલોક વિધાત્રી !
આ કંટક છાયા જગ પંથે જ્યાં થંભી જતી અમ યાત્રા,
જ્યાં ભીષણ તાપે ચરણ અમારા રેતી મહીં ભૂંજાતા,
ત્યાં પાવક શીતળ ધારે નભજલનું અભિવર્ષણ
અભિસિંચન, સંતર્પક અભિવર્ષણ,
આદિશક્તિ હે મધુમય જનની !

હે વરદ વરદ શુભ સૌમ્ય શરદ !
તવ ઉર્ધ્વ ચિતિના સ્પર્શે આ ભવનું બનો દીવ્યાંતર,
રૂપાંતર, અતિમાનસ દિવ્ય રૂપાંતર.
આનંદમયિ અમ જનની, હે મધુમય જનની !

ॐ आनंदमयि चैतन्यमयि सत्यमयि परमे |

Advertisements

Leave a comment

April 25, 2013 · 3:42 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s