હે મીરારવિન્દ !

હે મીરારવિન્દ !

શ્રી મીરારવિન્દ નમોનમઃ

હે પરમ પ્રભુ ! હે મધુર જનની ! હે પરમ શબ્દના દષ્ટા !
હે મીરારવિન્દ ! અવતાર અદિતિ ! હે દિવ્ય જીવનનાં સ્ત્રષ્ટા !
અમ જીવનના કોષ કોષમાં આત્મશક્તિ પ્રગટાવો,
ઘોર તમસમાં આ જગનાં પ્રભુ ! દિવ્ય જ્યોતિ રેલાવો. શ્રી મીરારવિન્દ નમોનમઃ

આપ પ્રભુનું ધામ રચવા પૃથ્વી પર આવ્યા અહીં,
સાથમાં આવી વસ્યા અમ માત મધુમયિ આદિશક્તિ;
ધન્ય ઘડી એ સૃષ્ટિના જીવન તણી, પ્રભુની ઘડી,
પુનીત પળ એ સત્યમયી નવસૃષ્ટિના આરંભની. શ્રી મીરારવિન્દ નમોનમઃ

આપના આવાહને નયનો અમારા ઉઘાડ્યા,
આપના સાનીધ્યની જાગી અભીપ્સા અંતરે
ને અમે સૌ પૂર્વ ને પશ્ચિમ દિશાથી ઉત્તરે દક્ષીણ થકી
આવી અહીં ચરણે વસ્યા પ્રભુ ! દિવ્યતા ને સેવવા. શ્રી મીરારવિન્દ નમોનમઃ

આપ ઊંચા શિખર શિખરે ઉર્ધ્વ પ્રતિ આરોહાતા,
ઉર્ધ્વમાંથી અતીમનસને સૃષ્ટિમાં અવતારતા;
ધરતીને સ્વર્લોકનું સ્થાયી મિલન અહીં સાધવા
નિગૂઢ આતમ ચેતનાને જીવનમાં સંકોરતા. શ્રી મીરારવિન્દ નમોનમઃ

આપ આ સારી ધરાને ઈશ પ્રતિ દોરી રહ્યા;
ને અમારા કર ગ્રહી અમ સંગમાં વિચારી રહ્યા;
પ્રેમથી અંકે લઇ અમ જીવને નિજ જ્યોતિ પૂરી
સત્ય થી દીપિત અમને કરી રહ્યા. શ્રી મીરારવિન્દ નમોનમઃ

આપના અવિરામ યત્ને સૃષ્ટિ નવરૂપ પામશે,
પરમાત્મનો અભિરામ આવિર્ભાવ અહીં બની આવશે;
ઉદયાચલે અહીં નવી ઉષા શાશ્વત દિવસની આવશે,
જ્યોતિ પરમાં આવશે,નવસૃષ્ટિની રચના થશે. શ્રી મીરારવિન્દ નમોનમઃ

અમને નિજ ઉરમાં લઇ લો પ્રભુ ! દિવ્ય જીવનનાં સ્ત્રષ્ટા !
નવીન જ્યોતિ પ્રગટાવો અહીં હે પરમ શબ્દના દષ્ટા ! શ્રી મીરારવિન્દ નમોનમઃ

Advertisements

Leave a comment

April 25, 2013 · 3:44 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s