લગ્ન્નસંસ્થાનું ઇષ્ટરૂપ – એક ચિંતન

lagnsthannuishtrup

[Click to open full article in PDF]

Advertisements

2 Comments

Filed under Articles, Gujarati

2 responses to “લગ્ન્નસંસ્થાનું ઇષ્ટરૂપ – એક ચિંતન

  1. લગ્ન સંસ્થાને નકારનારા ઓનું માનસિક વિશ્લેષણ કરવું જોઇએ. જે કોઈ પ્રણાલીઓ જુના જમાનામાં લાગુ થઈ હોય તેમાં સમાયન્તરે અમુક દિશામાં સુધારણા થાય છે. પહેલાં એક પુરુષને અનેક સ્ત્રીઓ રહેતી. તેમાં કાળક્રમે ઘટાડો થયો. અને એક સામે એક એવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ. પણ હવે લગ્ન સંસ્થા માત્રને નિરર્થક ગણવી તે કંઈ એ જ દિશાનું કદમ નથી. આ તો છૂટા છેડાની દિશાનું કદમ છે. છૂટાછેડા જે સમસ્યાઓ સર્જે છે, તેથી પણ વધુ વિકટ સમસ્યાઓ લગ્નસંસ્થાને નિરર્થક બનાવવામાં સર્જાઈ જશે.

  2. (response from the author, Govardhan Dave)

    લગ્ન સંસ્થા કે અન્ય કોઈ સામાજિક સંસ્થા agents of social control તરીકે આપણા વ્યવહારનું નિયમન કરે છે એ માનવ ઉત્ક્રાંતિના આગળના તબક્કે આત્મનિયમન બને ત્યારે એમનું સ્વરૂપ બદલાય છે અને એ નિયમનના એજન્ટ કે કારક નહિ રહેતા મનુષ્યની ઊર્ધ્વ ચેતનાની અભિવ્યક્તિના માધ્યમ બને છે. પરંતુ મનુષ્ય જ્યાં સુધી આત્મનિયમનની પાત્રતા પરાપ્ત કરે નહિ ત્યાં સુધી એ સંસ્થાઓનું મહત્ત્વ અને મૂલ્ય રહે છે. છૂટાછેડાની ઘટનાના આપણને દેખાતા દુષ્પરિણામોનું કારણ બદલાતી જતી પરિસ્થિતિ સાથે નિયમનની આ પ્રક્રિયામાં અપેક્ષિત પરિવર્તન આવતું નથી અને સબંધિત વ્યક્તિઓની કેળવણી કે આત્મવિકાસની અપેક્ષિત કાળજી લેવાઈ નથી એ દેખાય છે.

    સમાજની conservative modeમાંથી Individualistic modeતરફ ગતિ થઇ પરંતુ સામાન્ય મનુષ્ય હજી એના જીવનમાં truly individual બન્યો નથી. ગતિશીલ સૃષ્ટિમાં એનો એક પગ વર્તમાનમાં છે અને બીજો ભૂતકાળમાં. રોગના પ્રાદુર્ભાવનો સંકેત આરોગ્યની કાળજી બાબતે સભાનતાનો સંચાર કરવાનો છે તેમ છૂટાછેડાની ઘટનાઓ આપણી અંદર આપણા character અને integrityના વિષયમાં જાગૃતિની આવશ્યકતા તરફ સંકેત કરે છે. આ સંકેત તરફ લક્ષ્ય આપ્યા વિના પ્રવર્તમાન checks and counter-checksની નીતિરીતિ મુજબ નિયમનને વધુ સુદૃઢ કરવાના પ્રયત્નો આપણી સમસ્યાને ઉકેલવાને બદલે એમાં વધારાનો ગૂંચવાડો ઉમેરશે. આ ઘટનાઓ વાસ્તવમાં ખતરાની ઘંટી તરીકે આત્મનિરીક્ષણ કરી જીવનના reorganization અનિવાર્યતા પ્રસ્તુત કરે છે. આ સ્થિતિમાં
    અહીં મુખ્ય મુદ્દો કોઈ સંસ્થાના અકાળે વિલીનીકરણનો નહિ પણ એને વધુ સાર્થક બનાવવાનો છે. વિલીનીકરણનો વિચાર તો મનુષ્ય આત્મનિયમનની પાત્રતા મેળવે ત્યારે ઉપસ્થિત થાય છે, અને એ પણ સંસ્થાના વિલીનીકરણનો નહિ પણ ઈષ્ટ રૂપાંતરનો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s